ટ્રમ્પે ભારતીય મૂળના કાશ પટેલને FBIના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા
Live TV
-
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કાશ પટેલને તપાસ એજન્સી 'ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના આગામી ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. FBI એ યુનાઇટેડ સ્ટેટ્સની સ્થાનિક ગુપ્તચર અને સુરક્ષા સેવા અને તેની મુખ્ય ફેડરલ કાયદા અમલીકરણ એજન્સી છે.ટ્રમ્પે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી હતી. પોસ્ટમાં ટ્રમ્પે કાશ પટેલના ભૂતકાળના કામની પણ પ્રશંસા કરી હતી. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન, કાશ પટેલે સંરક્ષણ મંત્રાલયમાં ચીફ ઓફ સ્ટાફ, રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગમાં ડેપ્યુટી ડિરેક્ટર અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં આતંકવાદ વિરોધી કાર્યક્રમોના વરિષ્ઠ નિયામક તરીકે સેવા આપી છે.
ટ્રમ્પના અત્યંત વિશ્વાસપાત્ર ભારતીય મૂળના કાશ પટેલ 20 જાન્યુઆરી, 2025ના રોજ નવી સરકારના કાર્યકાળ સાથે FBI ડિરેક્ટરનું પદ સંભાળશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, "મને એ જાહેરાત કરતાં ગર્વ છે કે કશ્યપ 'કાશ' FBEના આગામી ડિરેક્ટર તરીકે સેવા આપશે.
કશ પટેલનું પૂરું નામ કશ્યપ પટેલ છે.કાશ પટેલે કાયદાનો અભ્યાસ કર્યો છે. જાતિવાદ વિરોધી જાણીતા કાશને અગાઉ બ્રિટનની યુનિવર્સિટી કોલેજ લંડન ફેકલ્ટી ઓફ લોમાંથી આંતરરાષ્ટ્રીય કાયદામાં પ્રમાણપત્ર મેળવ્યું હતું. કાશ પટેલ કાર્યકારી સંરક્ષણ સચિવ ક્રિસ્ટોફર મિલરના ભૂતપૂર્વ ચીફ ઓફ સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા. આ પહેલા તેઓ રાષ્ટ્રપતિના ડેપ્યુટી આસિસ્ટન્ટ અને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં આતંકવાદ વિરોધી સિનિયર ડાયરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.