Skip to main content
Settings Settings for Dark

ટ્રમ્પ ટૂંક સમયમાં જશે ચીન, શી જિનપિંગ સાથે ફોન પર વાત કર્યા પછી લીધો નિર્ણય

Live TV

X
  • યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર એપ્રિલમાં ચીનની મુલાકાત લેશે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ મુલાકાતની જાહેરાત કરી છે. ટ્રમ્પે અને શી જિનપિંગ વચ્ચે ફોન પર થયેલી વાતને ટ્રેમ્પે ખુબ સારી ગણાવી હતી અને એટલે જ ચીન જવાનો નિર્ણય લીધો.

    ટ્રમ્પે કહ્યું હતું કે વાતચીતમાં યુક્રેન, રશિયા સહિત કૃષિ મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં બંને દેશો વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર થયો છે, અને તેમાં વધુ સુધારો થશે.

    ટ્રમ્પે કહ્યું હતું કે આ વાતચીત 3 અઠવાડિયા પહેલાં દક્ષિણ કોરિયામાં તેમની સફળ બેઠક બાદ થઈ છે અને બંને પક્ષો તાજેતરના કરારોને લાગુ કરવામાં સારી પ્રગતિ કરી રહ્યાં છે. તેમણે એમ પણ જાહેરાત કરી હતી કે તેઓ આવતા વર્ષે અમેરિકામાં ચીનના રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે.

    શિન્હુઆ સમાચાર એજન્સીએ પણ વાતચીતની પુષ્ટિ કરી. અહેવાલ મુજબ, શી જિનપિંગે તાઇવાન પર ચીનના સ્પષ્ટ વલણનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે તાઈવાનનું ચીનમાં પરત ફરવું "યુદ્ધ પછીના આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો એક આવશ્યક ભાગ છે."

    અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શીએ કહ્યું હતું કે, "બીજા વિશ્વયુદ્ધમાં ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ ફાસીવાદ અને લશ્કરીવાદ સામે સાથે મળીને લડ્યા હતા, તેથી બંને દેશોએ યુદ્ધમાં વિજય સાથે સંકળાયેલા મૂલ્યોનું રક્ષણ કરવું જોઈએ."

    ચીન અને જાપાન હાલમાં તાઇવાન પર કડવા વિવાદમાં ફસાયેલા છે, જે જાપાનના વડા પ્રધાન સના તાકાઈચીના તાઈવાન સ્ટ્રેટ પરના નિવેદનો પછી વધુ તીવ્ર બન્યો છે.

    વાતચીત દરમિયાન યુક્રેન યુદ્ધ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. શીએ કહ્યું કે ચીન શાંતિ સ્થાપિત કરવાના દરેક પ્રયાસને સમર્થન આપે છે. તેમણે આશા વ્યક્ત કરી કે સંબંધિત તમામ પક્ષો તેમના મતભેદોને ઘટાડશે અને "ન્યાયી, સ્થાયી અને બંધનકર્તા શાંતિ કરાર" તરફ કામ કરશે.

    ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ કોલની પુષ્ટિ કરી, પરંતુ કોલ કયા પક્ષે શરૂ કર્યો તે સ્પષ્ટ કર્યું નહીં. વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો છે કે કોલ ચીન દ્વારા ગોઠવવામાં આવ્યો હતો. ટ્રમ્પ અને શીની 30 ઓક્ટોબરના રોજ બુસાનમાં મુલાકાત પછી આ વાટાઘાટો થઈ છે, જ્યાં બંને દેશો ટેરિફ અને નિકાસ નિયંત્રણો પરના તેમના વિવાદને એક વર્ષ માટે થોભાવવા સંમત થયા હતા. બંને દેશોએ કહ્યું કે બેઠકથી તેમના સંબંધો સ્થિર કરવામાં મદદ મળી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply