ડિજિટલ ફાર્મિંગ માટે ઇઝરાયલ ગુજરાતને આપશે 100 યુનિટ ભેટ
Live TV
-
મુખ્યમંત્રી વિજયરૂપાણીના વડપણ હેઠળના ઉચ્ચસ્તરીય ગુજરાત પ્રતીનિધિ મંડળ ઈઝરાયલની મુલાકાતે-ઈઝરાયેલ ગુજરાતને ડિજિટલ ફાર્મીગ માટેના 100 યુનિટ આપશે ભેટ-ભવિષ્યમાં ગુજરાતને ડિજિટલ એગ્રીકલ્ચર તરફ લઈ જવામાં મહત્વનું પગલુ બનશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇઝરાયલ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે કૃષિ-બાગાયત સહિતના આનુષાંગિક ક્ષેત્રો માટે ગુજરાત અને ઇઝરાયેલ જોઇન્ટ વર્કીંગ ગૃપની રચના કરશે. વિજયભાઇ રૂપાણીએ ગુજરાત ડેલિગેશનની નેટાફિમ સહિત અન્ય એગ્રીફાર્મની મૂલાકાતના સંદર્ભમાં કહ્યું કે, ગુજરાતમાં કૃષિ-બાગાયત ક્ષેત્રમાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટના પ્રયોગો સહિત ડિઝીટલ ફાર્મિંગ, પાણી, ખાતર અને એગ્રી ઇનપૂટના ઇષ્ટતમ ઉપયોગમાં ઇઝરાયેલ પ્રો-એકટીવ ભૂમિકા નિભાવી શકે તેમ છે. ઇઝરાયલ ગુજરાતને ડિજિટલ ફાર્મિંગ માટેના 100 યુનિટ ભેટમાં આપશે. ઇઝરાયેલના કૃષિ-ગ્રામીણ વિકાસ મંત્રી ઉરી અરિયલ સાથેની તેલ અવીવમાં યોજાયેલી મુખ્યમંત્રીની સૌજન્ય મૂલાકાત દરમ્યાન આ જોઇન્ટ વર્કીંગ ગૃપની રચના અંગે ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો હતો.
