Skip to main content
Settings Settings for Dark

ડોનાલ્ડ ટ્રમ્પને ઇ. જીન કેરોલના માનહાનિ કેસમાં 83 મિલિયન ડોલરનું નુકસાન ભરવું પડશે

Live TV

X
  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી રહી છે. જીન કેરોલે ટ્રમ્પ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કેરોલ પર હુમલો કરવાનું શરૂ કર્યું. લગભગ ત્રણ કલાક સુધી વિચાર-વિમર્શ કર્યા પછી જ્યુરીએ ચુકાદો આપ્યો કે, ટ્રમ્પે દ્વેષપૂર્ણ વર્તન કર્યું. વધુમાં થોડા દિવસો પહેલા ટ્રમ્પે પોતાની ટ્રુથ સોશિયલ વેબસાઈટ પર એક જ દિવસમાં જીન કેરોલ વિશે 40થી વધુ હાસ્યાસ્પદ પોસ્ટ કરી હતી. આ કેસમાં ગુરુવારે ડોનાલ્ડ  ટ્રમ્પ દ્વારા ન્યૂયોર્ક ફેડરલ કોર્ટમાં નિવેદન આપવામાં આવ્યું હતું, પરંતુ નિવેદન રેકોર્ડ કરતી વખતે તેઓ ગુસ્સે થઈ ગયા હતા અને કોર્ટરૂમમાંથી બહાર નીકળી ગયા હતા. તેમનો આરોપ હતો કે, લેખિકાના આરોપોને નકારી કાઢવા માટે માત્ર ત્રણ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. જો કે, આ કેસમાં તેની અંતિમ સુનાવણી આજે થવાની હતી.  ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે, તેણે ક્યારેય જીન કેરોલ વિશે સાંભળ્યું નથી અને તે ખોટો આરોપ લાગવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply