દક્ષિણ આફ્રિકાની આફ્રિકન નેશન કોંગ્રેસે રાષ્ટ્રપતિ જેકબ જુમાને દેશના હિતમાં રાજીનામુ આપવા કહ્યું
Live TV
-
દક્ષિણ આફ્રિકાની સત્તાધારી આફ્રિકન નેશન કોંગ્રેસે રાષ્ટ્રપતિ જેકબ જુમાને દેશના હિતમાં રાજીનામુ આપવા કહ્યું છે. એવું માનવામાં આવે છે કે જુમા આજે આ અંગે જવાબ આપી શકે છે.
દક્ષિણ આફ્રિકાની સત્તાધારી આફ્રિકન નેશન કોંગ્રેસે રાષ્ટ્રપતિ જેકબ જુમાને દેશના હિતમાં રાજીનામુ આપવા કહ્યું છે. એવું માનવામાં આવે છે કે જુમા આજે આ અંગે જવાબ આપી શકે છે. જુમા અગાઉ કહી ચુક્યા છે કે તેઓ ત્રણ થી છ મહિનામાં રાજીનામુ આપવા ઇચ્છે છે. રાષ્ટ્રપતિ જુમાં વર્ષ 2009થી સત્તામાં છે અને તેમની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગી ચુક્યા છે. જુમા ઉપર ડિસેમ્બરથી રાજીનામુ આપવાનું દબાણ છે. હાલમાં પાર્ટીનું કહેવું છે કે જુમાએ રાજીનામુ આપીને રમા ફુસાને સત્તા સોંપી દેવી જોઇએ. દરમિયાન દક્ષિણ આફ્રિકામાં વિપક્ષી દળોએ સંસદ ભંગ કરી વહેલાસર ચૂંટણી કરવાની માંગ કરી છે.