દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં શાહિદ રાજાઈ બંદર પર પ્રચંડ વિસ્ફોટ
Live TV
-
દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં શાહિદ રાજાઈ બંદર પર વિસ્ફોટમાં 4 લોકોના મૃત્યુ અને 500થી વધુ ઘાયલ
દક્ષિણ ઈરાનના બંદર અબ્બાસમાં શાહિદ રાજાઈ બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 4 લોકોના મૃત્યુ અને 500થી વધુ ઘાયલ થયા છે. વિસ્ફોટથી આસપાસના વિસ્તારો હચમચી ગયા. આ વિસ્ફોટ શાહિદ રાજાઈ બંદર વિસ્તારમાં રાખવામાં આવેલા અનેક કન્ટેનરમાં થયા હતા.
નેશનલ ઈરાની પેટ્રોલિયમ રિફાઈનિંગ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કંપનીએ જણાવ્યું હતું કે વિસ્ફોટથી પેટ્રોલિયમ પર કોઈ અસર પડી નથી. ઓમાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે.