દક્ષિણ કોરિયાના સિયોલ ખાતે હેલોવિન દરમ્યાન મચી ભાગદોડ, 151 લોકોના મોત અને અનેક ઘાયલ
Live TV
-
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ ખાતે હેલોવિન દરમ્યાન સમારંભમાં મચેલી ભાગદોડમાં 149 લોકોનું મૃત્યુ થયું છે અને અનેક ઘાયલ થયા છે. ઇટિવોન જિલ્લાના જાણીતા નાઇટ લાઇફ વિસ્તારમાં હેલોવિન ઉત્સવ મનાવવા ગઇ સાંજે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
હેલોવિન દરમ્યાન ભાગદોડ થતાં આરાજક્તા સર્જાઇ હતી. છેલ્લે જાણવા મળેલ માહિતી અનુસાર મૃત્યુઆંક 149 અને 75 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ ઘટના મામલે દક્ષિણ કોરિયાના પ્રમુખે તાકીદની બેઠક યોજીને ઘાયલોની સારવાર માટે ટાસ્ક ફોર્સની રચના કરી હતી.
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે રવિવારના રોજ રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. તેમણે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાથના. તેમણે એક નિવેદનમાં કહ્યું. "આ ખરેખર દુ:ખદ છે, એક દુર્ઘટના અને આપત્તિ જે ન થવી જોઈતી હતી, તે ગઈકાલે રાત્રે સિઓલના હૃદયમાં બની હતી."
