દુબઈમાં ભારતની જીવંત સંસ્કૃતિને દર્શાવતો પ્રથમ ‘ભારત ક્રીક ફેસ્ટિવલ’ શરૂ થયો
Live TV
-
દુબઈમાં ભારતની જીવંત સંસ્કૃતિને દર્શાવતો પ્રથમ ‘ભારત ક્રીક ફેસ્ટિવલ’ શરૂ થયો છે . અલ સીફ પાર્ક ખાતે યોજાયેલા આ ત્રણ દિવસીય ફેસ્ટિવલમાં ભારત અને UAE બંને તરફથી કલાત્મક પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવે છે.
આ પ્રસંગે ભારતીય રાજદૂત સંજય સુધીરે જણાવ્યું હતું કે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારીમાં પરિવર્તિત થયા છે.. ઈન્ડિયા બાય ક્રીક મહોત્સવ સંગીતના કાર્યક્રમો, સાહિત્યિક ચર્ચાઓ, કવિતા વાંચન અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે.