નીરવ મોદી સામે ઇન્ટરપોલે રેડકોર્નર નોટિસ જાહેર કરી
Live TV
-
પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ આચરનારા નિરવ મોદી વિરૂદ્ધ ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરાયા બાદ કોઈપણ અપરાધીની વિશ્વના કોઈપણ દેશમાંથી ધરપકડ કરી શકાય છે. ઈન્ટરપોલના સભ્ય દેશો એવા 192 દેશોમાં નિરવ મોદી દેખાશે, તો તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. નિરવ મોદી મેહુલ ચોક્સી તથા નિરવ મોદીના ભાઈ નિશાલ સહિત કંપનીના અધિકારી સુભાષ પરબ વિરૂદ્ધ પણ મુંબઈની વિશેષ અદાલતે આરોપનામું દાખલ કર્યું છે. ઉલ્લેખનિય છે, કે જાન્યુઆરી મહિનામાં આ કૌભાંડ બહાર આવ્યા બાદ નિરવ મોદી સહિતના તમામ આરોપીઓ વિદેશમાં છુપાયા છે
