નેવી ચીફ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી ચાર દિવસની સત્તાવાર મુલાકાતે બાંગ્લાદેશ પહોંચ્યા
Live TV
-
નેવી ચીફ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી 1 થી 4 જુલાઈ દરમિયાન ચાર દિવસની સત્તાવાર મુલાકાતે બાંગ્લાદેશ પહોંચ્યા હતા. સંરક્ષણ મંત્રાલયે આજે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આ મુલાકાતનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવા અને નૌકાદળ સહયોગ માટે નવી તકો શોધવાનો છે.
દિનેશ કુમાર ત્રિપાઠી ઢાકામાં તેમના સમકક્ષ એડમિરલ એમ નઝમુલ હસન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. નેવી ચીફ તેમની મુલાકાત દરમિયાન આર્મી ચીફ, એરફોર્સ ચીફ અને બાંગ્લાદેશના વરિષ્ઠ નેતૃત્વ સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. ભારતીય નૌકાદળના વડા 4 જુલાઈએ ચિત્તાગોંગમાં બાંગ્લાદેશ નેવલ એકેડમીની પાસિંગ આઉટ પરેડનું પણ નિરીક્ષણ કરશે. દરમિયાન, ભારતીય નૌકાદળનું વિનાશક યુદ્ધ જહાજ INS રણવીર શનિવારે એક સપ્તાહની સદ્ભાવના મુલાકાત પર ચટગાંવ પહોંચ્યું હતું.
