પશ્ચિમ એશિયામાં સંઘર્ષની સ્થિતિ યથાવત
Live TV
-
પશ્ચિમ એશિયામાં સંઘર્ષની સ્થિતિ યથાવત: ટ્રમ્પના દાવા બાદ ઈરાનનો ઈનકાર અને મિસાઈલ હુમલાથી દુનિયાભરમાં ફફડાટ
મધ્ય-પૂર્વ (Middle East) માં તણાવ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. એક તરફ રાજદ્વારી સ્તરે વિરોધાભાસી નિવેદનો આવી રહ્યા છે, તો બીજી તરફ યુદ્ધના મેદાનમાં મિસાઈલ મારો યથાવત છે. આ સ્થિતિની સીધી અસર ગ્લોબલ શેરબજાર અને ઊર્જા ક્ષેત્ર પર જોવા મળી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર માર્કેટમાં ભ્રમ ફેલાવવાનો આરોપ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમની 'સકારાત્મક વાતચીત' થઈ છે. આ સમાચારને પગલે વૈશ્વિક શેરબજારોમાં તેજી જોવા મળી હતી અને ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા હતા. જોકે, ઈરાને તાત્કાલિક ધોરણે આ વાતચીતને ફગાવી દેતા ટ્રમ્પ પર માર્કેટમાં ભ્રમ ફેલાવી આર્થિક લાભ ખાટવાનો આરોપ લાગ્યો છે.
સરહદ પર સૈન્ય કાર્યવાહી તેજ
રાજદ્વારી ખેંચતાણ વચ્ચે યુદ્ધના મેદાનમાં સ્થિતિ વધુ વણસી છે. અહેવાલો મુજબ, અમેરિકાએ પશ્ચિમ ઈરાનમાં ચોક્કસ ઠેકાણાઓ પર હુમલા કર્યા છે.
ઈરાનનો વળતો પ્રહાર:
ઈરાને પણ વળતો જવાબ આપતા યેરુશલેમ પર બે મિસાઈલ છોડી હોવાના સમાચાર છે, જેનાથી ઈઝરાયેલમાં ખળભળાટ મચી ગયો છે. ઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમનું લક્ષ્ય પૂરું નહીં થાય ત્યાં સુધી ઈરાન અને લેબનોન પરના હુમલાઓ ચાલુ રહેશે.
વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો
આ સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના પુરવઠામાં અવરોધ ઊભો થવાની ભીતિ છે. જો ઈરાન 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ કરે છે, તો ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે.
