પશ્ચિમ એશિયા સંઘર્ષ: ઈરાનનો દાવો, દુબઈમાં અમેરિકી ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા
Live TV
-
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને દાવો કર્યો છે કે તેણે દુબઈમાં અમેરિકી સેનાના બે ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અનુસાર, આ ઠેકાણાઓ પર 500થી વધુ અમેરિકી સૈનિકો હાજર હતા.
ઈરાની પ્રવક્તાએ દાવો કર્યો હતો કે હુમલા બાદ દુબઈમાં એમ્બ્યુલન્સ ઘણા કલાકો સુધી મૃત અને ઘાયલ અમેરિકી સૈનિકોને લઈ જવામાં વ્યસ્ત રહી હતી. જો કે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે આ દાવાઓને નકારી કાઢતા સ્પષ્ટ કર્યું છે કે દુબઈમાં કોઈ પણ અમેરિકી સૈન્ય મથક કે સૈનિક પર કોઈ હુમલો થયો નથી.
આ દરમિયાન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને ખાડી દેશોને અમેરિકા-ઈઝરાયલ ગઠબંધનને સમર્થન ન આપવા ચેતવણી આપી છે. તેમણે આ દેશોને ચેતવ્યા છે કે જો તેઓ પોતાના દેશમાં વિકાસ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગતા હોય તો તેઓ અમેરિકા અને ઈઝરાયલને ઈરાન પર હુમલો કરવા માટે પોતાની ધરતીનો ઉપયોગ કરવા ન દે.
