પાકિસ્તાનના આગામી પ્રધાનમંત્રીની આજે ચૂંટણી
Live TV
-
પાકિસ્તાનના આગામી પ્રધાનમંત્રીની આજે ચૂંટણી
સામાન્ય ચૂંટણીના 24 દિવસ બાદ રવિવારે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં પ્રધાનમંત્રી પદ માટેની ચૂંટણી યોજાશે. આ માટે નવાઝ શરીફની પીએમએલ-એન અને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) વચ્ચે ગઠબંધન છે અને ગઠબંધન વતી પૂર્વ પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. તમામ બેઠકોના પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યા હતા. આમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. જોકે, ઈમરાનને સમર્થન આપતા અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ 93 બેઠકો જીતી હતી. પીએમએલ-એનને 75 અને પીપીપીને 54 બેઠકો મળી હતી. પાકિસ્તાન એસેમ્બલીમાં કુલ 266 સીટો છે અને બહુમત માટે 134 સીટોની જરૂર છે.
પાકિસ્તાનમાં 9 માર્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. આ માટે પીએમએલ-એન અને પીપીપી ગઠબંધને આસિફ અલી ઝરદારીને ઉમેદવાર જાહેર કર્યા છે.