Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનના ચૂંટણી પંચ (ઈસીપી) એ, રાવલપિંડીના કમિશનર લિયાકત અલી ચટ્ટા દ્વારા કરવામાં આવેલ ચૂંટણીમાં ગડબડી ના આરોપોની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી

Live TV

X
  • પાકિસ્તાનના ચૂંટણી પંચ (ઈસીપી) એ, રાવલપિંડીના કમિશનર લિયાકત અલી ચટ્ટા દ્વારા કરવામાં આવેલ ચૂંટણીમાં ગડબડી ના આરોપોની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ કમિટી ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ઉચ્ચ અધિકારીઓના નિવેદનો રેકોર્ડ કરશે અને ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે.

    રાવલપિંડીના કમિશનર લિયાકત અલી ચટ્ટા દ્વારા કરવામાં આવેલા ચૂંટણીમાં ગોટાળાના આરોપોની તપાસ કરવા માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિમાં સચિવ, વિશેષ સચિવ અને અધિક મહાનિદેશક (કાયદો) સહિત ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. આ કમિટી રિટર્નિંગ ઓફિસર્સ અને ડિસ્ટ્રિક્ટ રિટર્નિંગ ઓફિસર્સના નિવેદનો રેકોર્ડ કરશે અને ત્રણ દિવસમાં રિપોર્ટ કમિશનને સુપરત કરશે. રિપોર્ટના તારણોનું વિશ્લેષણ કર્યા બાદ પિંડી કમિશનર સામે ઈસીપી ની અવમાનના સહિત કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે.

    ચૂંટણી અનિયમિતતામાં સામેલ હોવાના મુખ્ય ચૂંટણી કમિશનર અને મુખ્ય ન્યાયાધીશ સામે સનસનાટીભર્યા આક્ષેપો કર્યા પછી ચટ્ટાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે શનિવારે ઘટનાક્રમ પછી ઈસીપી દ્વારા સમિતિની રચનાની જાહેરાત કરવામાં આવી છે. ચટ્ટાએ દાવો કર્યો હતો કે, વિજેતા થઇ રહેલ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોનો પરાજય થયો હતો.

    પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો આવ્યાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ નથી. પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી અને તે જ દિવસે મત ગણતરી શરૂ થઈ હતી, જે આગામી બે દિવસ સુધી ચાલુ રહી હતી. પીટીઆઈ, સામાન્ય ચૂંટણીમાં ગડબડી અને જનાદેશની ચોરીનો આરોપ લગાવી રહી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply