પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચુંટણીની મતગણતરી હજુ ચાલુ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ
Live TV
-
પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચુંટણીની મતગણતરી હજુ ચાલુ છે. પાકિસ્તાન ચુંટણી પંચે કહ્યુ કે મતગણતરી ધીમી હોવાથી દેશમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવો પડ્યો છે. PTI એ ચુંટણી પરિણામોમાં, વિલંબ અંગે ગોટાળાનો આરોપ લગાવ્યો છે. દેશની 265 બેઠકો પૈકી 204 બેઠકના પરિણામ આવી ગયા છે. જેમાં કોઇ પણ પક્ષને પુર્ણ બહુમત મળતો નથી. ઇમરાન ખાનની પાર્ટી PTI સમર્થિત,, અપક્ષ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. દેશમાં સરકાર બનાવવા માટે કોઇ પણ પાર્ટીને 265 પૈકી 133 બેઠકો જીતવી પડશે.
બીજી તરફ ઉત્તર પશ્વિમ પાકિસ્તાનમાં ઘર્ષણના બનાવો સામે આવ્યા છે. પોલીસ અને પુર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં બે લોકોના મોત થયા છે. પોલીસના જણા્વ્યા પ્રમાણે મતગણતરીમાં વિલંબના પગલે સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને પોલીસ વાહનને આગ ચાંપી હતી
