Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન, 6,50,000 સુરક્ષાકર્મીઓ તહેનાત

Live TV

X
  • ચૂંટણીમાં નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો વચ્ચે પ્રધાનમંત્રી પદ માટે જોરદાર ટક્કર.

    પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે, મતદાન સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. ચૂંટણીની પૂર્વ સંધ્યાએ હિંસક ઘટના થતા લગભગ 6,50,000 સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. મતદાન દરમિયાન ટેલિફોન સેવા બંધ કરવામાં આવી છે. બુધવારે બલૂચિસ્તાન પ્રાંતમાં ચૂંટણી ઓફિસને નિશાનો બનાવીને બે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 25 લોકોના મૃત્યુ થયા છે અને 42 લોકો ઈજાગ્રસ્ત છે.

    ચૂંટણીમાં નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો વચ્ચે પ્રધાનમંત્રી પદ માટે જોરદાર ટક્કર છે. નેશનલ એસેમ્બલી માટે 5,121 ઉમેદવારો અને ચાર પ્રાંતીય એસેમ્બલી માટે 12,695 ઉમેદવારો છે. સામાન્ય ચૂંટણી માટે પાકિસ્તાનમાં લગભગ 6,50,000 સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં 12.85 કરોડથી વધુ નોંધાયેલા મતદારો મતદાન કરી રહ્યા છે. સામાન્ય ચૂંટણીના એક દિવસ પહેલા બુધવારે બલૂચિસ્તાન પ્રાંતમાં ચૂંટણી કાર્યાલયોને નિશાન બનાવતા બે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply