પાકિસ્તાને ગુરુ નાનક જયંતિ પર ભારતીય શ્રદ્ધાળુઓ માટે 3 હજાર વિઝા જાહેર કર્યા
Live TV
-
નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશને આ જાણકારી આપી છે કે, પાકિસ્તાને ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે 3 હજાર ભારતીય શીખ શ્રદ્ધાળુઓને વિઝા આપ્યા છે. ગુરુ નાનક દેવજીની 554મી જન્મજયંતિ 15 નવેમ્બરે છે. 14-23 નવેમ્બર 2024 દરમિયાન પાકિસ્તાનમાં આયોજિત બાબા ગુરુ નાનક દેવજીના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે ભારતમાંથી 3 હજારથી વધુ શીખ શ્રદ્ધાળુઓને વિઝા આપવામાં આવ્યા છે.
આ પ્રસંગે તેમના વિચારો વ્યક્ત કરતા, રાજદ્વારી પ્રભારી સાદ અહમદ વારૈચે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને યાત્રાળુઓને સફળ યાત્રાની શુભેચ્છા પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે બનેલા પ્રોટોકોલ હેઠળ 1974થી પાકિસ્તાન ધાર્મિક તીર્થસ્થળોની મુલાકાત લેવા માટે વિઝા આપે છે. યાત્રા દરમિયાન, શ્રદ્ધાળુઓ પાકિસ્તાનમાં ડેરા સાહિબ, પંજા સાહિબ, નનકાના સાહિબ અને કરતારપુર સાહિબની મુલાકાત લે છે.
