પાકિસ્તાન: પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના હજારો સમર્થક ફરી રસ્તા પર ઉતર્યા
Live TV
-
એપ્રિલ 2022માં પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સરકાર પડી ગઈ હતી અને તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો હતો.પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકો અને તેમની પાર્ટી પીટીઆઈના કાર્યકરો દ્વારા જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનના સમર્થનમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ પ્રદર્શને હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આ હિંસક પ્રદર્શનમાં 4 રેન્જર્સના મોત થયા છે. તેમજ આ ઘટનામાં 100થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા છે, જેમાં મોટાભાગની હાલત ગંભીર છે. તેમજ આ ઘટનામાં એક નાગરિકનું પણ મોત થયું છે. ત્યારબાદ સેનાએ દેખો ત્યાં ઠાર મારવાનો પ આદેશ જારી કર્યો છે. પીટીઆઈના કાર્યકરો તેમના નેતા ઈમરાન ખાનને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે.
