પાકિસ્તાન: પ્રધાનમંત્રી તરીકે શાહબાઝ શરીફ બીજી વખત શપથગ્રહણ કરશે
Live TV
-
પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શાહબાઝ શરીફ બીજી વખત શપથગ્રહણ કરશે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શાહબાઝ શરીફ બીજી વખત શપથગ્રહણ કરશે. તેઓ પાકિસ્તાન મુસ્લિમ લિગના નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વચ્ચે થયેલા ગઠબંધનના નેતા છે. તેઓને 336 સભ્યો ધરાવતા ગૃહમાં 201 મત મળ્યા હતા. તેમણે જેલમાં કેદ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન દ્વારા સમર્થિત ઉમર ઐયુબને હરાવ્યા હતા. જોકે, શાહબાઝ શરીફને બહુમત મળતાં જ ઈમરાન ખાન સમર્થિત પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરવાની માગ કરી હતી.