Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદીના યૂકે પ્રવાસ દરમિયાન બન્ને દેશ વચ્ચે થઈ ટ્રેડ ડીલ

Live TV

X
  • પીએમ મોદીએ યૂકેના પ્રવાસ દરમિયાન ગુરુવારે બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી હતી . જ્યાં બન્ને દેશ વચ્ચે ટ્રેડ ડીલ કરવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન વેપારી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ફ્રી ટ્રેડ ડીલ એટલે FTA પર સાઇન કરવામાં આવ્યા હતા. મોદી અને યૂકના પીએમ કીર સ્ટાર્મરે આ કરાર પર સહમતિ દર્શાવી હતી. આ ડીલ દ્વારા બન્ને દેશને ભવિષ્યમાં ફાયદો થશે. તેવો વિશ્વાસ બન્ને દેશના પીએમે વ્યક્ત કર્યો હતો.

    પીએમ મોદીએ ગુરુવારે બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરને ઉગ્રવાદી વિચારધારા ધરાવતા લોકો સામે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. બ્રિટિશ પ્રધાનમંત્રી સાથેની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે લોકશાહી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને લોકશાહીને નબળી પાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

    ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ

    ભારત અને બ્રિટનની વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પીએમ મોદી અને બ્રિટનના પીએમ કીર સ્ટાર્મરે લંડનથી 40 કિમી દૂર સદીઓ જુની હવેલીમાં મુલાકાત કરી હતી. આ ઐતિહાસિક મુલાકાતની વચ્ચે ઐતિહાસિક કરાર પણ કરવામાં આવ્યા હતા. બન્ને દેશના પીએમે સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને કરાર મામલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ બ્રિટિશ પીએમને ભારત આવવા માટે આમંત્રણ આપ્યુ છે. પીએમ મોદીએ આતંકવાદ પર વાત કરતા જણાવ્યુ હતુ કે, આતંક માટે કોઇ માપદંડ નથી. આતંકને ખત્મ કરવા માટે એકતા હોવી જરુરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply