પેરિસમાં સેલિબ્રેશન રમખાણોમાં ફેરવાઇ ગયું, હજારોની ધરપકડ
Live TV
-
પેરિસમાં 1 મેના દિવસે મે ડેનું સેલિબ્રેશન થયા છે. મંગળવારે સેન્ટ્રલ ફ્રેન્ચ રાજધાની પેરિસમાં આ સેલિબ્રેશન રમખાણોમાં ફેરવાઇ ગયું હતું.
પેરિસમાં 1 મેના દિવસે મે ડેનું સેલિબ્રેશન થયા છે. મંગળવારે સેન્ટ્રલ ફ્રેન્ચ રાજધાની પેરિસમાં આ સેલિબ્રેશન રમખાણોમાં ફેરવાઇ ગયું હતું. પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોનના જાહેર ક્ષેત્રના સુધારાના વિરોધ કરવામાં આવેલા આ દેખાવો બદલ અંદાજિત 300 જેટલાં વિરોધીઓની ધરપકડ કરવામાં આવી હતી. માસ્ક પહેરેલા યુવાનોએ મેકડોનાલ્ડ રેસ્ટોરાંની બહાર તોડફોડ કરી હતી, વાહનો સળગાવ્યા હતા. ટોળાંએ 'રાઇઝ અપ પેરિસ', 'દરેક વ્યક્તિ પોલીસને નફરત કરે છે' તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 1,200 જેટલાં લોકોએ બ્લેક જેકેટ અને ફેસ માસ્ક પહેરીને ટ્રેડિશનલ મે-1 યુનિયન આગેવાની હેઠળ આ રમખાણો કર્યા હતા. તોફાન અને વિરોધ બદલ પોલીસે 1000થી વધુ લોકોની ધરપકડ કરી છે.
પેટ્રોલ બોમ્બથી વાહનોને કર્યું નુકસાન
- ડાબેરી આંદોલનકર્તાઓએ બારીઓમાંથી પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. આસપાસના વિસ્તારના વાહનોને નુકસાન પહોંચ્યાડ્યું હતું. જ્યારે અન્ય વિરોધીઓએ પોલીસ સાથે અથડામણ કરી હતી.
- આ રમખાણોની તસવીરોમાં વિરોધીઓ મેકડોનાલ્ડની બહાર કાળાં માસ્ક પહેરીને ઉભા રહેલા જોઇ શકાય છે. વિરોધી કેપટાલિસ્ટ્સને કેશ કાઉન્ટર તોડતાં પહેલાં મેકડોનાલ્ડના કિચનમાંથી ફૂડ અને ડ્રિંક્સની બોટલ્સ પણ લૂંટી લીધી હતી.
- સેન્ટ્રલ પેરિસની સડકો પર સળગતી કારો અને અન્ય વાહનો જોવા મળી રહ્યા છે. આ તમામ વિરોધીઓ વર્કર્સને ન્યાય અપાવવા માટે રમખાણો કરી રહ્યા હતા.
- પેરિસમાં માસ્ક પહેરીને ફરતાં વિરોધીઓએ શહેરના અનેક વિસ્તારોમાં કાળો ધૂમાડો નિકળે તેવી આતશબાજી પણ કરી હતી.
- જ્યારે લંડનમાં ત્રાફલર સ્ક્વેરમાં સોવિયેત સરમુખત્યાર જોસેફ સ્ટાલિનની તસવીર અને ઝંડા સાથે વિરોધીઓએ માર્ચ કરી હતી.ઔદ્યોગિક વિવાદોના કારણે થયાં રમખાણો
- સેન્ટ્રલ પેરિસ, લંડનમાં ઔદ્યોગિક વિવાદોના કારણે આ રમખાણો થયા છે. યુનાઇટેડ વોઇસ ઓફ વર્લ્ડ અને ઇન્ડિપેન્ડન્ટ વર્કર યુનિયન ઓફ ગ્રેટ બ્રિટન દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શનના મુખ્ય મુદ્દાઓ ઔદ્યોગિક ક્ષેત્રોમાં મજૂરોને મળતા પગાર, કામના કલાકો ઉપરાંત યુનિયન માન્યતા અને આઉટસોર્સિંગ છે.
- અહીં સિનેમા ચેઇન પિક્ચર હાઉસમાં લાંબા વર્કિંગ અવર્સના કારણે મજૂરવર્ગ પરેશાન છે. મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસના ક્લિનર્સ, લંડન વિલિંગ વેગ, કિંગ્સ કોલેજના ક્લિનર્સ પણ આ વિરોધમાં જોડાયા હતા.
