Skip to main content
Settings Settings for Dark

પેરિસ 'AI એક્શન સમિટ': 'કૃત્રિમ બુદ્ધિ લોકોના જીવનને બદલી શકે છે' : PM

Live TV

X
  • ફ્રાન્સમાં 'AI એક્શન સમિટ' દરમિયાન પોતાના સંબોધનમાં PM નરેન્દ્ર મોદીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મહત્વ પર ભાર મૂક્યો.

    પેરિસના ગ્રાન્ડ પેલેસ ખાતે આયોજિત કોન્ફરન્સમાં બોલતા, પીએમ મોદીએ કહ્યું, "શાસનનો અર્થ એ પણ છે કે બધા માટે, ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં, સુલભતા સુનિશ્ચિત કરવી. AI આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને ઘણું બધું સુધારીને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં મદદ કરી શકે છે." પ્રધાનમંત્રીએ કહ્યું, 'AI એવી દુનિયા બનાવવામાં મદદ કરી શકે છે જેમાં વિકાસ લક્ષ્યો તરફની યાત્રા સરળ અને ઝડપી બને.' આ કરવા માટે, આપણે સંસાધનો અને પ્રતિભાઓને એકસાથે લાવવાની જરૂર છે. આપણે ઓપન-સોર્સ સિસ્ટમ્સ વિકસાવવી જોઈએ જે વિશ્વાસ અને પારદર્શિતામાં વધારો કરે. આપણે એવા ગુણવત્તાયુક્ત ડેટા સેટ બનાવવાની જરૂર છે જે પૂર્વગ્રહોથી મુક્ત હોય..."

    પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી રહ્યા છે. પીએમ મોદીના પેરિસ આગમન પહેલા એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે તેઓ અને પ્રધાનમંત્રી મોદી 'ટેકનોલોજીકલ સાર્વભૌમત્વ' માટે પ્રયત્નશીલ રહેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું, " પ્રધાનમંત્રી મોદીની જેમ, અમે પણ દૃઢપણે માનીએ છીએ કે ભારત અને ફ્રાન્સ બે મહાન શક્તિઓ છે અને અમારી વચ્ચે ખાસ સંબંધ છે. અમે અમેરિકાનો આદર કરીએ છીએ અને તેની સાથે કામ કરવા માંગીએ છીએ, અમે ચીન સાથે પણ કામ કરવા માંગીએ છીએ, પરંતુ કોઈના પર નિર્ભર રહેવા માંગતા નથી." 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
apply