પેશાવરમાં FC મુખ્યાલય પર આત્મઘાતી હુમલો, 3 કર્મીના મોત
Live TV
-
વિસ્ફોટોના અવાજથી પાકિસ્તાન હચમચી ઉઠ્યું. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાની રાજધાની પેશાવરમાં અર્ધલશ્કરી દળના મુખ્યાલય પર હુમલો થયો. વિસ્ફોટ પછી ગોળીબાર થયો હતો.
પાકિસ્તાની મીડિયા ડોનના અહેવાલ મુજબ, હુમલો સવારે 8 વાગ્યે સદ્દર-કોહાટ રોડ પર થયો હતો. હુમલાખોરોએ પહેલા એફસી મુખ્યાલયના ગેટ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. વિસ્ફોટ પછી, હુમલાખોરોએ ઈમારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ માર્યા ગયા હતા. આ ઘટનામાં ત્રણ એફસી કર્મચારીઓ માર્યા ગયા અને 2 ઈજાગ્સ્ત થયા.
પેશાવર કેપિટલ સિટી પોલીસ અધિકારી ડૉ. મિયાં સઈદ અહેમદે જણાવ્યું હતું કે, "એફસી મુખ્યાલય પર હુમલો થયો છે. અમે જવાબ આપી રહ્યા છીએ અને વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે."
પાકિસ્તાની મીડિયાએ સુરક્ષા સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આત્મઘાતી હુમલાખોરે એફસી હેડક્વાર્ટરના ગેટ પર પોતાને ઉડાવી દીધો હતો. તેમણે કહ્યું કે વિસ્ફોટ પછી ગોળીબારનો અવાજ સંભળાયો હતો.
