Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ બેન્જામિન નેતાન્યાહુને સામાન્ય ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છાઓ પાઠવી

Live TV

X
  • ઈઝરાયેલમાં થયેલ સામાન્ય ચૂંટણીમાં પૂર્વપ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ વર્તમાન પ્રધાનમંત્રી યાયાર લેપીડને હરાવીને નિર્ણાયક જીત મેળવી છે. 4 વર્ષથી ઓછા સમયમાં દેશમાં થયેલ પાંચમી સંસદીય ચૂંટણીમાં નેતાન્યાહુની દક્ષિણપંથી લીકુડ પાર્ટીને 32 સીટો પર જીત મળી છે. ઈઝરાયેલ રાષ્ટ્રીય પ્રસારક અનુસાર નેતન્યાહુના દક્ષિણપંથી ગઠબંધને 120 સીટોવાળી સંસદમાં 64 સીટો પર જીત મેળવી છે. સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી રહેલ નેતાન્યાહુ ચૂંટણી પરિણામને પગલે ફરી એકવાર સત્તામાં પરત ફર્યા છે.. નેતાન્યાહુ 15 વર્ષ દરમિયાન પાંચવાર પ્રધાનમંત્રી બન્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેન્જામિન નેતાન્યાહુને સામાન્ય ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છાઓ પાઠવી છે. ટ્વીટ સંદેશમાં પ્રધાનમંત્રી કહ્યું કે,મારા મિત્ર નેતાન્યાહુ આપને ચૂંટણીમાં મળેલી સફળતા બદલ શુભેચ્છા.. હું ભારત અને  ઈઝરાયયેલની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ સઘન બનાવવાના ચાલી રહેલા પ્રયાસોને યથાવત રાખવાની આશા વ્યક્ત કરુ છું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply