પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને રશિયાના રાષ્ટ્રપતિએ પ્રાઈવેટ ડિનર કર્યું
Live TV
-
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી બે વર્ષ પછી મળ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી બે દિવસ રશિયાની મુલાકાતે છે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી રશિયા પહોંચ્યા હતા. પુતિને ગળે લગાવીને પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત પણ કર્યું હતું. આ બાદ વાલદિમીર પુતિને પ્રધાનમંત્રી માટે ખાસ પ્રાઈવેટ ડિનરનું પણ આયોજન કર્યું હતું. ડિનર કર્યા બાદ પ્રધાનમંત્રીએ આ માટે પુતિનનો ખાસ આભાર પણ માન્યો. જો કે, પ્રધાનમંત્રીની આ મુલાકાતને ખૂબ સૂચક માનવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી મોદીના રશિયા પ્રવાસના બીજા દિવસે પુતિન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે. રશિયાની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી ઓસ્ટ્રિયા જવા રવાના થશે..મહત્વનું છે કે, પ્રધાનમંત્રી રશિયાની મુલાકાત દરમિયાન મોસ્કોમાં 22મી ભારત રશિયા વાર્ષિક શિખર પરિષદમાં ભાગ લેશે. આ શિખર પરિષદ ત્રણ વર્ષ પછી યોજાઈ રહી છે. કોરોના મહામારીને કારણે તે ત્રણ વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી હતી.
