Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા ઈટલી પહોંચ્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, જી-7 સંમેલનમાં પહોંચ્યો છું.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો કાર્યભાળ સંભાળ્યા બાદ પ્રથમ વાર વિદેશ મુલાકાતે ઇટલી પહોંચ્યા છે. અહીં તેઓ જી-7ના આઉટરિચ સેશનમાં ભાગ લેશે. જી 7 શિખર સંમેલનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઉર્જા, અને આફ્રિકન -ભૂમધ્ય સાગરના ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમજ  જી-7માં કેટલીક પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમાં રશિયા યૂક્રેન અને મધ્ય પૂર્વનો સંઘર્ષ, વિકાસશીલ દેશો સાથેના  સંબંધ અને ભારત આફ્રિકા પ્રશાંત  ક્ષેત્રમાં ઉભરતી અર્થવ્યવસ્થાઓ પર ફોક્સ કરવામાં આવશે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, જી-7 સંમેલનમાં પહોંચ્યો છું અને વૈશ્વિક નેતાઓ સાથે  સાર્થક ચર્ચામાં સામેલ થવા માટે ઉત્સુક છું. અમારો લક્ષ્ય સાથે મળીને વૈશ્વિક પડકારોનો સામનો કરીને સહયોગ વધારવાનો છે. ઇટલી જતા પહેલા આપેલા વકતવ્યમાં તેમણે જણાવ્યું હતું કે ઇટલી સાથે રણનીતિક સહભાગીતા મજબૂત કરવા તેઓ કટિબદ્ધ છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-10-2024 Max Temp : °C Min Temp : °C
apply