Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નેતન્યાહેૂ વોશિંગ્ટન પહોંચ્યા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગાઝા પટ્ટી પર કબજો કરવાનું સૂચવ્યું

Live TV

X
  • નવા ગાઝા વિકાસમાં પેલેસ્ટિનિયનોનો સમાવેશ થશે નહીં

    ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. આ પછી બંનેએ સંયુક્ત પ્રેસને સંબોધિત કર્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ઇસ્ટ રૂમમાં પત્રકારોને જણાવ્યું હતું કે, અમેરિકા આપણા સૈન્યની મદદથી ગાઝા પટ્ટી પર કબજો કરશે. પેલેસ્ટિનિયનોએ હવે ત્યાંથી નીકળી જવું જોઈએ. 

    નવા ગાઝા વિકાસમાં પેલેસ્ટિનિયનોનો સમાવેશ થશે નહીં

    રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ઇઝરાયલ ગાઝા પટ્ટી પર સાથે મળીને કામ કરશે. ગાઝા પટ્ટીના ભવિષ્ય માટે બંને દેશો જવાબદાર રહેશે. બધા ખતરનાક બોમ્બ અને અન્ય શસ્ત્રોનો નાશ કરવામાં આવશે. જમીન સમતળ કરવામાં આવશે અને નવી ઇમારતો બનાવવામાં આવશે. અમેરિકા ગાઝા પટ્ટીમાં પોતાની સેના મોકલી શકે છે. ગાઝા માટે જે કંઈ જરૂરી હશે તે કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ લાંબા ગાળાના માલિકીની ભાવના અનુભવી રહ્યા છે. તેમણે આ સંદર્ભમાં ઘણા લોકો સાથે વાત કરી છે. બધાને લાગે છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ગાઝા પર રાજ કરશે. ત્યાં રોજગારીની તકો ઉભી થશે. નવા ગાઝા વિકાસમાં પેલેસ્ટિનિયનોનો સમાવેશ થશે નહીં.

    ટ્રમ્પે કહ્યું કે તેઓ ગાઝામાં બાકીના બંધકોને મુક્ત કરવા માટે પ્રતિબદ્ધ છે

    આ પ્રસંગે ઇઝરાયલી પ્રધાનમંત્રી નેતન્યાહૂએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ પ્રયાસમાં મોટી તાકાત અને શક્તિશાળી નેતૃત્વ ઉમેર્યું હોય તેવું લાગે છે. યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાના કરાર પર હસ્તાક્ષર કરવાના તેમના તમામ પ્રયાસો છતાં, ટ્રમ્પને હજુ પણ ત્રણ તબક્કાની યોજનાના બાકીના બે તબક્કાઓનું નિરીક્ષણ કરવાની જરૂર પડશે. પ્રધાનમંત્રી નેતન્યાહૂ વોશિંગ્ટન પહોંચે તે પહેલાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સામે કડક વલણ અપનાવતા એક નિર્દેશ પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રધાનમંત્રી નેતન્યાહેૂ મોડી રાત્રે રાષ્ટ્રપતિ ટ્રમ્પના મહેમાન નિવાસસ્થાન બ્લેર હાઉસ પહોંચ્યા હતા. તેઓ અઠવાડિયાના અંત સુધી અમેરિકામાં રહે તેવી અપેક્ષા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply