પ્રધાનમંત્રી 19મા G- 20 શિખર સંમેલનમાં ભાગ લેવા રિયો પહોંચ્યા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ કર્યુ સ્વાગત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી 19મા G- 20 શિખર સંમેલનમાં ભાગ લેવા બ્રાઝિલના રિયો ડી જનેરિયો પહોંચ્યા. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ ઔપચારિક સ્વાગત કર્યુ હતુ. 19મા G- 20 શિખર સંમેલનમાં વૈશ્વિક મુદ્દાઓ પર મંથન શરૂ કરાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાઈજેરીયાની મુલાકાત બાદ બ્રાઝીલ પહોંચ્યા છે. અહીં પ્રધાનમંત્રી મોદી રિયો ડી જેનેરિયોમાં આયોજિત 19મી G-20 સમિટમાં સહભાગી થયા હતા. જી-20 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ લૂલા ડા સિલ્વાએ આવકાર્યા હતા. ત્રણ દેશોની યાત્રાના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝીલના રિયો-ડી-જેનેરિયો પહોંચ્યા હતા.
મહત્વના વિવિધ મુદ્દાઓ પર ભારતના મંતવ્યો રજૂ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બ્રાઝિલના રિયો ડી જાનેરો પહોંચ્યા હતા. જ્યાં તેઓ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા દ્વારા આયોજિત G20 સમિટમાં ભાગ લેશે. ત્યારે તેઓ વિશ્વના નેતાઓ સાથે સમિટની ચર્ચાઓ અને ફળદાયી વાતચીત કરશે. આ પ્રસંગે ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
આ મુલાકાત દરમિયાન PM Modi દ્વિપક્ષીય ચર્ચા કરશે
વિદેશ મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે G20 સમિટ દરમિયાન PM Modi એ ઘણા દેશોના નેતાઓ સાથે અલગથી મુલાકાત પણ કરશે. G20 સમિટ બાદ PM Modi જ્યોર્જટાઉન જશે. વર્ષ 1968 પછી કોઈ ભારતીય વડાપ્રધાનની ગુયાનાની આ પ્રથમ મુલાકાત હશે. 19 થી 21 નવેમ્બર સુધી ચાલનારી આ મુલાકાત ગયાના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલીના આમંત્રણ પર યોજાઈ રહી છે. આ મુલાકાત દરમિયાન PM Modi દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ગયાનાના વરિષ્ઠ નેતાઓને મળશે. તો ગયાનાની સંસદને સંબોધિત કરશે અને ભારતીય પ્રવાસી સમુદાય સાથે વાર્તાલાપ કરશે.