Skip to main content
Settings Settings for Dark

ફિફા વર્લ્ડ કપ: સ્પેનનો દમદાર દેખાવ, સેમિફાઈનલમાં ફ્રાન્સને 2-0થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ

Live TV

X
  • સ્પેને ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. સેમિફાઈનલ મુકાબલામાં સ્પેને શાનદાર પ્રદર્શન કરતા ફ્રાન્સને 2-0થી પરાજય આપ્યો છે. આ હાર બાદ હવે ફ્રાન્સની ટીમ ત્રીજા સ્થાન માટે મુકાબલો કરશે, જેમાં તેનો સામનો બીજા સેમિફાઈનલમાં હારનાર ટીમ સાથે થશે.

    સ્પેને વિશ્વ કપના ઈતિહાસમાં બીજી વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે. આ પહેલા, ટીમ વર્ષ 2010માં ફાઈનલમાં પહોંચી હતી અને ખિતાબ જીતવામાં સફળ રહી હતી. મેચની શરૂઆતમાં ફ્રાન્સે આક્રમક રમત બતાવી હતી અને કિલિયન એમ્બાપ્પેએ સ્પેનના ડિફેન્સ પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મુકાબલામાં પહેલી સફળતા સ્પેનના હાથમાં લાગી.

    19 વર્ષીય ખેલાડી લામિન યમાલને રોકવાના પ્રયાસમાં ફ્રાન્સના ડિફેન્ડર લુકાસ ડિગ્નેએ ફાઉલ કર્યો, જેના કારણે સ્પેનને પેનલ્ટી મળી. મેચની 22મી મિનિટે મિકેલ ઓયરઝાબલે કોઈ પણ ભૂલ કર્યા વિના પેનલ્ટીને ગોલમાં બદલીને સ્પેનને 1-0ની સરસાઈ અપાવી દીધી. ત્યારબાદ ફ્રાન્સે પ્રથમ હાફમાં બરાબરી કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ તે સ્પેનના ડિફેન્સને ભેદી શક્યા નહીં.

    બીજા હાફમાં સ્પેનનું સંપૂર્ણ વર્ચસ્વ જોવા મળ્યું. મેચની 58મી મિનિટે સ્પેનના ખેલાડી પેડ્રો પોરોએ શાનદાર ગોલ કરીને સ્પેનની સરસાઈ 2-0 કરી દીધી. 0-2થી પાછળ હોવાનું દબાણ ફ્રાન્સની રમતમાં સ્પષ્ટ દેખાતું હતું. ટીમના કોચે ડેઝિરે ડ્યુ અને રિયાન ચેર્કીને મેદાનમાં ઉતારીને મેચની સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો.

    એમ્બાપ્પેએ ઘણી વખત સ્પેનના ડિફેન્સને ભેદવાનો પ્રયાસ કર્યો, પરંતુ દર વખતે સામેની ટીમના ગોલકીપર ઉનાઈ સિમોન તેમની આગળ ખડકની જેમ અડીખમ રહ્યા. ફ્રાન્સની ટીમ નિર્ધારિત 90 મિનિટમાં એક પણ ગોલ કરી શકી નહીં અને સ્પેને 2-0થી મુકાબલો જીતીને ફાઈનલનું ટિકિટ મેળવી લીધું છે. ખિતાબી મુકાબલામાં હવે સ્પેનનો સામનો આર્જેન્ટિના અને ઈંગ્લેન્ડ વચ્ચે થનારા બીજા સેમિફાઈનલના વિજેતા સાથે થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply