ફિલિપિન્સમાં ત્રાટક્યું યિનક્સિંગ વાવાઝોડું
Live TV
-
ફિલિપિન્સમાં ત્રાટક્યું યિનક્સિંગ વાવાઝોડું
ઉત્તરીય ફિલિપિન્સમાં યિનક્સિંગ નામનું વાવાઝોડું ત્રાટક્યું. દેશની સૌથી વધુ વસ્તી ધરાવતા ટાપુ લુઝોનમાં ખતરનાક પવન અને તીવ્ર વરસાદ શરૂ થયો. આ ભયંકર વાવાઝોડાના કારણે 1.60 લાખ લોકોનું સ્થળાંતર કરવાના આદેશ અપાયા. ભારે વરસાદ અને ભૂસ્ખલનની સંભાવનાના કારણે તંત્ર સતર્ક બન્યું. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, 115 m.p.h.ની ઝડપે સતત પવન સાથે વાવાઝોડું શુક્રવારે વહેલી સવારે કેટેગરી 3 વાવાઝોડામાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યું હતું.