Skip to main content
Settings Settings for Dark

ફ્રાન્સ ગર્ભપાતના અધિકારનો સમાવેશ કરનાર વિશ્વનો પ્રથમ દેશ

Live TV

X
  • ફ્રાન્સમાં બંધારણમાં સુધારા માટેના મતદાનમાં 780એ તરફેણમાં અને 72એ વિરોધમાં મતદાન કર્યું હતું

    ફ્રાન્સ તેના બંધારણમાં ગર્ભપાતના અધિકારનો સમાવેશ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.  ફ્રાન્સમાં, સંસદના બંને ગૃહોના સભ્યોએ બંધારણમાં સુધારા માટે વિશેષ સત્રમાં મતદાન કર્યું. જેમાંથી 780એ તરફેણમાં અને 72એ વિરોધમાં મતદાન કર્યું હતું. આ સુધારાથી ફ્રાન્સમાં ગર્ભપાતની સ્વતંત્રતા સુનિશ્ચિત થઈ છે.

    ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે; "સરકાર આ સુધારાને પસાર થવાના સંદર્ભમાં શુક્રવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર એક વિશેષ સમારોહનું આયોજન કરશે."

    ફ્રાન્સમાં ગર્ભપાત અધિકારોને સમર્થન આપવાનો લાંબો ઇતિહાસ છે. ત્યાં, સગર્ભાવસ્થાના સ્વૈચ્છિક સમાપ્તિની જોગવાઈને કાયદેસર બનાવવા માટે 1975માં કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદો તત્કાલિન સ્વાસ્થ્ય મંત્રી સિમોન વેઈલના નામે બનાવવામાં આવ્યો હતો, જેમણે તેનું સમર્થન કર્યું હતું. આ કાયદામાં 10 અઠવાડિયા સુધીના ગર્ભપાતની છૂટ હતી. બાદમાં 2001માં તે વધારીને 12 સપ્તાહ અને 2022માં તેને વધારીને 14 સપ્તાહ કરવામાં આવ્યું હતું. 1980થી ફ્રેન્ચ રાષ્ટ્રીય આરોગ્ય સંભાળ પ્રણાલીમાં આ પ્રક્રિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply