Skip to main content
Settings Settings for Dark

બેઇજિંગની સૌથી ઊંચી ઇમારત સાથે વિમાન અથડાતા અફરાતફરી

Live TV

X
  • ચીનની રાજધાની બેઇજિંગમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી સૌથી ઊંચી ઈમારત ‘ચાઈના જુન ટાવર’ (સીઆઈટીઆઈસી ટાવર) સાથે એક નાનું વિમાન અથડાતા ખળભળાટ મચી ગયો છે. જોકે આ ઘટનામાં હોનારતનો કોઇ અહેવાલ નથી. 

    સ્થાનિક સમય મુજબ સાંજે લગભગ 6:00 વાગ્યે, સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં આવેલી 109 માળની આ ગગનચુંબી ઈમારત સાથે બી-12પીપી મોડેલનું વિમાન ટકરાયું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે ઈમારતની બારીઓ તૂટી ગઈ અને વિમાનના ટુકડા રસ્તા પર ફંગોળાયા હતા. આ વિમાને શિફોસી એરપોર્ટથી ઉડાન ભરી હતી, પરંતુ અડધા કલાક બાદ રડાર સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. 

    1,700 ફૂટ ઊંચી ઈમારત સાથે વિમાનનું અથડાવું એક અત્યંત દુર્લભ ઘટના માનવામાં આવે છે, જેથી સમગ્ર વિશ્વની નજર આ તપાસ પર છે. ઘટના બાદ તરત જ ઈમારતને ખાલી કરાવીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડ અને બચાવ દળો દ્વારા તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરાઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ટાવર પાસેથી ધુમાડો નીકળતો અને કાટમાળ પડતો સ્પષ્ટ જોઈ શકાય છે. 

    અધિકારીઓ દ્વારા મૃતકો કે ઘાયલોની કોઈ જ સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી. ચીનના સત્તાવાળાઓ દ્વારા જાનહાનિ કે ઈજાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તપાસ એજન્સીઓ આ અકસ્માત ટેકનિકલ ખામીને કારણે થયો છે કે અન્ય કોઈ કારણસર, તે જાણવા માટે  તપાસ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply