બેજિંગમાં શી જિનપિંગ અને કિમ જોંગ ઉન વચ્ચે યોજાઈ મુલાકાત
Live TV
-
અમેરિકા સાથે શિખર વાર્તા યોજવા ઉત્તર કોરિયા તૈયાર
ઉત્તર કોરિયાના સરમુખત્યાર નેતા , કિમ જોંગે ચીનની યાત્રા કરી છે. કિમ જોંગ ઉન દ્વારા વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ , આ પહેલી વિદેશ યાત્રા છે. કિમની સાથે તેમની પત્ની , અને ઉત્તર કોરિયાના વરિષ્ઠ નેતા પણ યાત્રામાં સામેલ હતા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ , અને કિમ જોંગ વચ્ચે સફળ દ્વીપક્ષીય વાતચીત થઇ હતી. જાપાનની સમાચાર એજન્સી ક્યોદોના અહેવાલ મુજબ , કોરિયાના ઉચ્ચાધિકારીઓની આ મુલાકાતનો હેતુ , બંને દેશ વચ્ચેના સંબંધ સુધારવાનો છે. ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ દરમિયાન , તેમના વિરૂદ્ધ આંતર રાષ્ટ્રીય પ્રતિબંધો પર , ચીનના સમર્થનને કારણે , ઘણાં લાંબા સમયથી બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધ જોવા મળતા હતા. અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે વાતચીતની દિશામાં આગળ વધવા માટે , ઉત્તર કોરિયાનો આ મહત્વપૂ્ર્ણ પગલું હોવાનું મનાય રહ્યું છે. નોંધનિય છે , કે ઉત્તર કોરિયાનું સૌથી નજીકનું , અને એક માત્ર મિત્ર ચીન છે.