Skip to main content
Settings Settings for Dark

બ્રિક્સ સમિટમાં PM મોદીએ "લોકો, ગ્રહ અને પ્રગતિ" પર ભાર મુક્યો

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલની મુલાકાતે છે, જ્યાં તેમણે રિયો ડી જાનેરોમાં આયોજિત 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો. તેમણે બ્રિક્સ સમિટમાં પર્યાવરણ, COP30 અને વૈશ્વિક સ્વાસ્થ્ય પરના સત્રને સંબોધિત કર્યું.

    બ્રિક્સ સમિટમાં ઉપસ્થિત રહેવા બદલ બ્રાઝિલનો આભાર માન્યો
    PM મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને કહ્યું કે, રિયો ડી જાનેરોમાં બ્રિક્સ સમિટમાં 'પર્યાવરણ, COP30 અને વૈશ્વિક સ્વાસ્થ્ય' પરના સત્રને સંબોધિત કર્યું. બ્રિક્સ સમિટમાં આ વિષયો પર ચર્ચા શરૂ કરવા બદલ હું બ્રાઝિલનો આભારી છું, કારણ કે આ માનવજાતના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ વિષયો છે.

    ભારતે કરેલી વીવીધ પહેલ વિશે PMએ જણાવ્યું
    તેમણે કહ્યું કે, ભારત લોકો, ગ્રહ અને પ્રગતિની ભાવનાથી પ્રેરિત છે. ભારતે મિશન લાઇફ, એક પેડ મા કે નામ, ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, એલાયન્સ ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન હાઇડ્રોજન મિશન, ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ, ઇન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયન્સ જેવી ઘણી પહેલ કરી છે.

    આપણે સાથે મળી આપણા ગ્રહ સ્વસ્થ બનાવવો જોઈએ
    આપણા લોકો અને ગ્રહનું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલું છે. કોવિડ-19 રોગચાળાએ આપણને શીખવ્યું છે કે વાયરસ વિઝા સાથે આવતો નથી, કે પાસપોર્ટના આધારે ઉકેલો પસંદ કરવામાં આવતા નથી. તેથી, આપણે આપણા ગ્રહને સ્વસ્થ બનાવવા માટે આપણા સહિયારા પ્રયાસોને મજબૂત બનાવવા જોઈએ.

    ભારતને આયુષ્માન ભારત યોજના શરૂ કરવાનો ગર્વ
    ભારતને આયુષ્માન ભારત યોજના શરૂ કરવાનો ગર્વ છે, જે તેની આ પ્રકારની સૌથી મોટી આરોગ્ય કવરેજ યોજના છે. આપણે આપણી આરોગ્ય પ્રણાલીઓને વધુ અસરકારક બનાવવા માટે ટેકનોલોજીની શક્તિનો ઉપયોગ કર્યો છે. આપણી પાસે જીવંત પરંપરાગત દવા પ્રણાલીઓ પણ છે, જે આરોગ્યને પ્રોત્સાહન આપે છે.

    PM મોદી પાંચ દેશોના વિદેશ પ્રવાસે
    તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી પાંચ દેશોના વિદેશ પ્રવાસ પર છે. તેઓ ચોથા સ્ટોપમાં બ્રાઝિલ પહોંચ્યા હતા. અગાઉ તેઓ ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો અને આર્જેન્ટિનાની મુલાકાત લઈ ચૂક્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply