બ્રિટનના પ્રધાનમંત્રી ૮મી ઓક્ટોબરે ભારતની મુલાકાતે આવશે
Live TV
-
બ્રિટનના પ્રધાનમંત્રી 8 ઓકટોબરે ભારતની મુલાકાતે આવશે. આ તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત બનશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 9 ઓકટોબરના રોજ મુંબઇમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કીર સ્ટાર્મર ભારત-બ્રિટનની વ્યાપક વ્યુહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે. ઉપરાંત, વેપાર અને રોકાણ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ, આબોહવા અને ઉર્જા, આરોગ્ય, શિક્ષણ અને પરસ્પર સંબંધો જેવા મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બંને નેતાઓ ભારત-યુકે વ્યુહાત્મક આર્થિક અને વેપાર કરાર દ્વારા રજૂ કરાયેલી તકોનું મૂલ્યાંકન કરવા માટે વ્યવસાય અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે. તેઓ મુંબઈમાં Global Fintech Fest ના છઠ્ઠા સંસ્કરણમાં પણ ભાગ લેશે.
