ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગયાનાના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઑફ એક્સલન્સ'થી નવાજવામાં આવ્યા
Live TV
-
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2 દેશો દ્વારા તેમના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે. ગયાનાએ તેમનો સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ ઓફ ગુયાના' અને ડોમિનિકાએ 'ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર' પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એનાયત કર્યો છે. કેરીકોમ સમિટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી મોદી અહીં પહોંચ્યા હતાં.
આ સન્માન ભારતનાં 140 કરોડ લોકોની ઓળખ છે.
આ સન્માન ભારતના લોકોને સમર્પિત કરતા, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ-હેન્ડલ પર પોસ્ટ કરી બન્ને દેશોનો આભાર માન્યો અને ફોટોસ પણ શેર કર્યા હતા. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું, “મને ગયાનાનું સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઑફ એક્સલન્સ' એનાયત કરવા બદલ રાષ્ટ્રપતિ ડૉ. ઈરફાન અલીનો હૃદયપૂર્વક આભાર. આ ભારતના 140 કરોડ લોકોની ઓળખ છે. તેમણે બીજી પોસ્ટમાં લખ્યું, “ડોમિનિકાના રાષ્ટ્રપતિ, સિલ્વેની બર્ટનનો આભાર, મને ‘ડોમિનિકા એવોર્ડ ઑફ ઓનર’ આપવા બદલ. આ સન્માન મારી ભારતની બહેનો અને ભાઈઓને સમર્પિત છે. તે આપણા દેશો વચ્ચેના અતૂટ બંધનનું પણ પ્રતીક છે.”ત્રિનિદાદ અને ટોબેગો દ્વારા UPI અપનાવવા પર ખુશી વ્યક્ત કરી
આ દરમિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન ડો. કીથ રોલીને પણ મળ્યા હતા. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પર લખ્યું, “ત્રિનિદાદ અને ટોબેગોના વડા પ્રધાન ડૉ. કીથ રાઉલી સાથે ખૂબ જ ઉપયોગી મુલાકાત થઈ. અમે અમારા દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં વૈવિધ્ય કેવી રીતે લાવવા તે વિશે વાત કરી. વિજ્ઞાન, આરોગ્ય સંભાળ, શિક્ષણ, પુનઃપ્રાપ્ય ઉર્જા અને કૃષિ જેવા ક્ષેત્રો સહકારની મોટી સંભાવનાઓ પ્રદાન કરે છે. તે ખૂબ જ આનંદની વાત છે કે ત્રિનિદાદ અને ટોબેગોએ UPI અપનાવ્યું છે. કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ સંબંધિત એમઓયુ પર હસ્તાક્ષર પણ એક આવકારદાયક પગલું છે.”સુરીનામ સાથે મજબૂત મિત્રતા
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં સુરીનામના રાષ્ટ્રપતિ ચાન સંતોખી સાથે પણ મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ તેમના એક્સ હેન્ડલ પર મીટિંગ વિશે લખ્યું, “જ્યોર્જટાઉનમાં સુરીનામના રાષ્ટ્રપતિ ચાન સંતોખીને મળ્યા. અમે વેપાર, ટેકનોલોજી, ઉર્જા, ટેલીમેડિસિન અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી. અમે સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધોને વધુ બહેતર બનાવવાની રીતો પર પણ ચર્ચા કરી. ભારત સુરીનામમાં વિવિધ વિકાસ પહેલોને સમર્થન આપવાનું ચાલુ રાખશે.રૂઝવેલ્ટ વડાપ્રધાન મોદીના હૃદયને સ્પર્શી ગયા
ડોમિનિકાએ પોતાના દેશનો સર્વોચ્ચ એવોર્ડ આપીને અને પ્રધાનમંત્રી મોદીને દિલ જીતી લેનારી વાત કહીને સૌનું ધ્યાન ખેંચ્યું. પ્રધાનમંત્રી મોદીએ તેમના X હેન્ડલ પર લખ્યું, “વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કિરિટ, હું તમારા શબ્દોથી પ્રભાવિત થયો છું. ઊંડી નમ્રતા અને કૃતજ્ઞતા સાથે હું 'ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર' સ્વીકારું છું. હું આ મારા સાથી ભારતીયોને સમર્પિત કરું છું, જેમણે હંમેશા કોમનવેલ્થ ઓફ ડોમિનિકાની સાથે ભારતની મિત્રતાની કદર કરી છે. તમે COVID-19 દરમિયાન સમર્થન વિશે વાત કરી હતી. કોવિડ-19 દરમિયાન આપણી એકતાએ સરહદો અને ખંડોમાં જેવી રીતે સંબંધો મજબૂત કર્યા છે તે યાદ કરીને મારું હૃદય આનંદથી ભરાઈ જાય છે. અમે આગામી સમયમાં ડોમિનિકા સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખીશું.