Skip to main content
Settings Settings for Dark

ભારતના રાષ્ટ્રપતિએ ઉત્તર મેસેડોનિયાના સ્કોપજે સિટી મ્યુઝિયમ ખાતે મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું

Live TV

X
  • એવા સમયે જ્યારે વિશ્વ સંઘર્ષ, અસહિષ્ણુતા અને વિભાજનનો સામનો કરી રહ્યું છે, ત્યારે સંવાદ, કરુણા અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વમાં ગાંધીજીની શ્રદ્ધા ખૂબ જ સુસંગત છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

    ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તર મેસેડોનિયાના રાષ્ટ્રપતિ ગોરડાના સિલજાનોવસ્કા-દાવકોવા સાથે સ્કોપજે સિટી મ્યુઝિયમ ખાતે મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

    મેદનીને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધી ભારતમાતાના પુત્ર હતા, પરંતુ તેમનો સંદેશ સમગ્ર માનવજાત માટે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના જીવને દર્શાવ્યું છે કે સત્ય અને અહિંસા નબળાઈના લક્ષણો નથી, પરંતુ ન્યાય, ગૌરવ અને સ્વતંત્રતા સુરક્ષિત કરવા માટેના શક્તિશાળી સાધનો છે. એવા સમયે જ્યારે વિશ્વ સંઘર્ષ, અસહિષ્ણુતા અને વિભાજનનો સામનો કરી રહ્યું છે, ત્યારે સંવાદ, કરુણા અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વમાં ગાંધીજીની શ્રદ્ધા ખૂબ જ સુસંગત રહે છે. તેમણે કહ્યું કે તે લોકોને નફરતને નકારવા, મતભેદોનો શાંતિપૂર્વક ઉકેલ લાવવા અને હિંમત તથા સહાનુભૂતિ સાથે સમાજની સેવા કરવા પ્રેરણા આપશે.

    રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધીની આ પ્રતિમા ભારત અને ઉત્તર મેસેડોનિયા વચ્ચેની મિત્રતાના અને શાંતિ, સહિષ્ણુતા તથા માનવતા પ્રત્યેની આપણી સહિયારી કટિબદ્ધતાના કાયમી પ્રતીક તરીકે ઊભી રહેશે.

    આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં સ્કોપજે શહેરના મેયર ઓર્સે જ્યોર્જિયેવસ્કી (Mr. Orce Gjorgjievski), તેમની સાથે આવેલા પ્રતિનિધિમંડળના સભ્યો - ગ્રાહક બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયા અને સંસદસભ્યો ડૉ. દિનેશ શર્મા અને વિજય બઘેલનો સમાવેશ થતો હતો.

    અગાઉ, રાષ્ટ્રપતિએ ઉત્તર મેસેડોનિયાના રાષ્ટ્રપતિ ગોરદાના સિલજાનોવસ્કા-દાવકોવા સાથે સ્કોપજે ખાતે મધર ટેરેસા સ્મારકની મુલાકાત લીધી હતી. મધર ટેરેસાનો જન્મ સ્કોપજેમાં થયો હતો, જ્યાં તેઓ 1928 સુધી રહ્યા હતા. પાછળથી, તેઓ ભારતમાં આવ્યા તે પહેલાં આયર્લેન્ડમાં સિસ્ટર્સ ઓફ લોરેટોમાં જોડાયા હતા. અસાધારણ માનવતાવાદી કાર્ય અને નિઃસ્વાર્થ સેવા માટે તેમને 1980માં ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યું હતું. આવતીકાલે રાષ્ટ્રપતિ બુકારેસ્ટ, રોમાનિયા માટે રવાના થશે – જે તેમની ત્રણ દેશોની મુલાકાતનો અંતિમ તબક્કો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
apply