Skip to main content
Settings Settings for Dark

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચ્યા, દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ ઓછો કરવા પર કરશે ચર્ચા

Live TV

X
  • ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક માટે આજે સવારે ઢાકા પહોંચ્યા હતા. તેઓ આજે તેમના બાંગ્લાદેશી સમકક્ષ મોહમ્મદ જસીમ ઉદ્દીન સાથે બેઠક કરશે. આ માહિતી ડેઈલી સ્ટાર અખબારે આપી છે.

    રાજદ્વારી સૂત્રોએ પુષ્ટિ આપી હતી કે, મિસ્ત્રી અને અન્ય અધિકારીઓને લઇ જતી ભારતીય વાયુસેનાની વિશેષ ફ્લાઇટ, સવારે 9:00 વાગ્યે ઢાકા એરપોર્ટ પર ઉતરી હતી. વિક્રમ મિસ્ત્રી અને બાંગ્લાદેશના વિદેશ સચિવ જશીમ ઉદ્દીન સવારે 11:00 વાગ્યે સ્ટેટ ગેસ્ટ હાઉસમાં મળશે. મિસ્રી આજે રાત્રે ઢાકા જતા પહેલા જમુના સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસને મળવાના છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આ બેઠકમાં 5 ઓગસ્ટે જન વિદ્રોહ દ્વારા અવામી લીગની સરકારને ઉથલાવી દીધા બાદ ઉભરેલા દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ ઓછો કરવા પર ચર્ચા થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply