ભારતની UPI સેવાઓનો શ્રીલંકા અને મોરેશિયસમાં શુભારંભ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘ અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનૌથ સાથે આજે વીડિયો કોન્ફન્સિંગના માધ્યમથી શ્રીલંકામાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ-UPIની અને મોરેશિયમાં RuPay કાર્ડ સેવાઓનો શુભારંભ કરાવ્યો.
આનાથી શ્રીલંકા અને મોરેશિયસનો પ્રવાસ કરનારા ભારતીય નાગરિકો અને ભારતનો પ્રવાસ કરનારા આ દેશના નાગરિકોને યુપીઆઈની સુવિધાનો લાભ મેળવી શકશે. મોરેશિયસમાં RuPay કાર્ડ સેવાના વિસ્તરણથી મોરેશિયસની બેંકો RuPay કાર્ડ વ્યવસ્થા પર આધારિત કાર્ડ ઇશ્યૂ કરી શકશે, તેમજ ભારત અને મોરેશિયસ બંનેમાં RuPay કાર્ડનો ઉપયોગ કરીને ચુકવણીની સુવિધા મળશે.
