Skip to main content
Settings Settings for Dark

ભારતીય વિદ્યાર્થીઓ સાવધાન:અમેરિકામાં કાયદો તોડ્યો તો કાયમ માટે 'No Entry'

Live TV

X
  • અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી વધી શકે છે. ભારતમાં સ્થિત અમેરિકી દૂતાવાસે એક સત્તાવાર એડવાઈઝરી જારી કરીને ચેતવણી આપી છે કે જો વિદ્યાર્થીઓ કોઈપણ નિયમ કે કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેમને તાત્કાલિક દેશનિકાલ (Deport) કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન બાદ વિઝા અને ઈમિગ્રેશન નિયમોમાં આવેલા મોટા ફેરફારોની આ સીધી અસર છે.

    વિઝા એ વિશેષાધિકાર છે, અધિકાર નથી: દૂતાવાસ
    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર અમેરિકી દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "અમેરિકી કાયદાનું ઉલ્લંઘન કરવાથી તમારા સ્ટુડન્ટ વિઝા પર ગંભીર અસર પડી શકે છે. જો તમારી ધરપકડ કરવામાં આવે અથવા તમે કોઈ કાયદો તોડો છો, તો તમારો વિઝા રદ થઈ શકે છે, તમને ડિપોર્ટ કરવામાં આવી શકે છે અને ભવિષ્યમાં પણ તમે અમેરિકી વિઝા માટે અયોગ્ય ઠરી શકો છો." દૂતાવાસે ઉમેર્યું કે અમેરિકી વિઝા મેળવવો એ એક 'વિશેષાધિકાર' (Privilege) છે, 'અધિકાર' (Right) નથી.

    ટ્રમ્પ સરકારનો કડક વલણ: 6,000 વિદ્યાર્થીઓના વિઝા રદ
    રિપોર્ટ અનુસાર, વર્ષ 2025માં જ વિવિધ કારણોસર લગભગ 6,000 વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીયો પણ સામેલ છે. ટ્રમ્પ સરકાર ગેરકાયદેસર પ્રવાસ અને કાયદાના ઉલ્લંઘન પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા (Zero Tolerance) ની નીતિ અપનાવી રહી છે. ખાસ કરીને હિંસક પ્રવૃત્તિઓ અથવા ડ્રગ્સ જેવા ગુનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

    ભારતીય પ્રવાસીઓની મજબૂત આર્થિક છબી
    એક તરફ વિદ્યાર્થીઓ માટે કડક નિયમો છે, તો બીજી તરફ ટ્રમ્પ દ્વારા જારી કરવામાં આવેલી એક યાદીમાં ભારતીયોની પ્રશંસા પણ જોવા મળી છે. અમેરિકી સરકાર પાસેથી આર્થિક મદદ કે કલ્યાણકારી લાભો (Welfare Benefits) લેનારા દેશોની યાદીમાં ભારતનું નામ સામેલ નથી. ભૂતાન, યમન અને સોમાલિયા જેવા દેશોના પ્રવાસીઓ મોટી સંખ્યામાં સરકારી સહાય લેતા હોવાનું નોંધાયું છે, જ્યારે ભારતીય પરિવારો અમેરિકામાં પોતાની આર્થિક ક્ષમતાના બળે મજબૂત પ્રોફાઇલ ધરાવે છે.

    વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું?

    • યુનિવર્સિટીના નિયમો અને હાજરીનું ચુસ્તપણે પાલન કરવું.
    • સ્થાનિક ટ્રાફિક અને ફોજદારી કાયદાઓનો ભંગ ન કરવો.
    • કોઈપણ પ્રકારના ગેરકાયદેસર વ્યવસાય કે કમાણીમાં સામેલ ન થવું.
    • ગેરકાયદે પ્રવાસીઓ અને માનવ તસ્કરોથી દૂર રહેવું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply