Skip to main content
Settings Settings for Dark

ભારતે ફરી કહ્યું, બાંગ્લાદેશે હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ

Live TV

X
  • ભારતે ફરી એકવાર બાંગ્લાદેશને તેની લઘુમતીઓ, ખાસ કરીને હિંદુઓની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરવા વિનંતી કરી છે. ભારતે તાજેતરમાં ચટગાંવ (બાંગ્લાદેશ)માં હિન્દુ સમુદાય પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમારી જાણકારીમાં છે કે હિંદુ ધાર્મિક સંગઠનોને નિશાન બનાવતી સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટને પગલે ચિટગાંવમાં હિંદુઓની મિલકતો અને વ્યાપારી સંસ્થાઓને લૂંટવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આવી પોસ્ટ્સ અને આ ગેરકાયદેસર ગુનાહિત પ્રવૃત્તિઓ પાછળ ઉગ્રવાદી તત્વોનો હાથ છે. આ સમુદાયમાં વધુ તણાવ પેદા કરશે.

    તેમણે કહ્યું કે ભારત ફરી એકવાર બાંગ્લાદેશ સરકારને હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉગ્રવાદી તત્વો સામે કાર્યવાહી કરવા કડક પગલાં લેવા વિનંતી કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply