Skip to main content
Settings Settings for Dark

ભારતે વિશ્વ સમુદાયને આતંકવાદ સામે લડવા માટે પ્રયાસો વધુ તીવ્ર બનાવવા અપીલ કરી

Live TV

X
  • ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદનો સામનો કરવા માટે તેના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવા અપીલ કરી છે. ભારતે જણાવ્યું હતું કે વિશ્વ આતંકવાદ, પાકિસ્તાન અને સૈન્ય વચ્ચેના જોડાણથી વાકેફ છે. પાકિસ્તાનમાં આતંકવાદી જૂથોના તાજેતરના વીડિયો વિશે પૂછવામાં આવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આવી ઘટનાઓ પરિસ્થિતિને વધુ ચિંતાજનક બનાવે છે.

    તેમણે કહ્યું કે બ્રિક્સ અને શાંઘાઈ સહયોગ સંગઠન સહિત બહુપક્ષીય મંચો પરના દરેક દસ્તાવેજમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદનો કડક રીતે સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ દસ્તાવેજોમાં સરહદ પાર આતંકવાદની પણ ચર્ચા કરવામાં આવી છે.

    જયસ્વાલે કહ્યું કે ભારત સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળ નેપાળમાં વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી કાર્કીને શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવામાં ભારતના સમર્થનનું વચન આપ્યું છે. જયસ્વાલે કહ્યું કે ભારત નેપાળની સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply