ભારત અને ક્યુબા વચ્ચે વિવિધ સમજૂતીઓ
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ક્યુબાના પ્રમુખની સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટઘાટો કરી હતી. આ વાટાઘાટો બાદ બાયો ટેકનોલોજી, અક્ષય ઊર્જા સહિતના વિવિધ ક્ષેત્રે સમજૂતીઓ કરવામાં આવી હતી. ક્યુબાએ સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરિષદમાં કાયમી સભ્યપદની ભારતની દાવેદારીને સમર્થન આપ્યું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોના પ્રવાસના ભાગરુપ ગ્રીસ, સુરીનામ અને ક્યુબાના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ કોવિંદે ક્યુબામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. રાષ્ટ્રપતિએ ક્યુબાના પ્રમુખ સાથે વિવિધ દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરી હતી. બન્ને દેશો વચ્ચે બાયો ટેકનોલોજી, સારવારની પરંપરાગત પદ્ધતિઓ જેવા વિવિધ મુદ્દે સમજૂતીઓ થઈ હતી. વિદેશ મંત્રાલયના સચિવ પ્રીતિ સરને આ પ્રવાસની માહિતી આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિનો સુરીનામ પ્રવાસ અત્યંત મહત્ત્વનો છે.