Skip to main content
Settings Settings for Dark

ભારત અને લાઇબેરિયાએ ખાડી અને કાળા સમુદ્રમાં જહાજો પરના હુમલાઓની નિંદા કરી

Live TV

X
  • ખાડી ક્ષેત્ર અને કાળા સમુદ્રમાં વાણિજ્યિક જહાજો તેમજ નાવિકો (સીફેરર્સ) પર થઈ રહેલા સતત હુમલાઓને લઈને ભારત અને લાઇબેરિયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. 'શિપિંગ અને સીફેરર્સ પર સલામતી અને સુરક્ષા જૂથ' (GoF on S4) ના સહ-અધ્યક્ષ તરીકે બંને દેશોએ આ હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે અને દરિયાઈ વેપારને અસ્થિર કરતા આવા બનાવોને તાત્કાલિક ધોરણે રોકવા હાકલ કરી છે.

    સંયુક્ત રાષ્ટ્ર ખાતે ભારતના કાયમી મિશન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર આ અંગે સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ પોસ્ટને શેર કરતા જણાવ્યું કે, "નિર્દોષ નાવિકોના જીવ લેતા અને વૈશ્વિક દરિયાઈ વેપારને અડચણરૂપ બનતા આ હુમલાઓને કોઈપણ સંજોગોમાં વ્યાજબી ઠેરવી શકાય નહીં."

    બંને દેશે ગત 25 સપ્ટેમ્બર 2026ના રોજ 'GoF on S4' ની શરૂઆત કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાવિકોના અધિકારોનું રક્ષણ કરવાનો અને આવા હુમલાઓને અટકાવવા માટે પરસ્પર સહયોગ વધારવાનો છે. વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં માહિતી આપતા પ્રવક્તાએ જણાવ્યું કે, મંગળવાર અને બુધવાર વચ્ચે ચાર વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં ભારતીય નાગરિકો પણ જોખમમાં મૂકાયા છે:

    કાળા સમુદ્રમાં થયેલા આ હુમલામાં જહાજ પર સવાર ત્રણ ભારતીય નાગરિકો પૈકી એક ભારતીય ઘાયલ થયો છે, જેની રોમાનિયા સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. ગોના ધ્વજવાળા આ જહાજ પર મંગળવારે હુમલો થયો હતો. પલાઉના ધ્વજવાળા આ ડ્રોન હુમલાગ્રસ્ત જહાજ પરથી બલ્ગેરિયન બોટની મદદથી 18 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવાયા હતા, જેમાં 7 ભારતીયો સામેલ હતા. એક ઘાયલ ભારતીયની સારવાર ચાલી રહી છે. 23 ભારતીય ખલાસીઓ ધરાવતા આ તેલ ટેન્કરના તમામ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લેવાયા છે, જેમાં એક ઘાયલ ભારતીયની સારવાર ચાલુ છે. ભારત અને લાઇબેરિયાએ મૃતક નાવિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
apply