Skip to main content
Settings Settings for Dark

ભારત આજથી કેનેડામાં કેટલીક કેટેગરી માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરશે

Live TV

X
  • ભારત આજથી કેનેડામાં કેટલીક કેટેગરી માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરશે

    ભારત આજથી કેનેડામાં કેટલીક કેટેગરી માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરશે. જેમાં એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાની સેવાઓનો સમાવેશ થાય છે. ઓટાવામાં ભારતના હાઈ કમિશને જણાવ્યું હતું કે કેનેડાના કેટલાક તાજેતરના પગલાંને ધ્યાનમાં લઈ સુરક્ષા પરિસ્થિતિની વિચારણાની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓટાવામાં ભારતના હાઈ કમિશન અને ટોરોન્ટો તથા વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલને અસ્થાયી રૂપે વિઝા સેવાઓ સ્થગિત કરવાની ફરજ પડી હતી. રવિવારે વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, કેનેડામાં ભારતના રાજદ્વારીઓની સુરક્ષા વિશે યોગ્ય પગલાં લેવામાં આવવાની સાથે જ વિઝા સેવાઓ ફરીથી શરૂ કરાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply