Skip to main content
Settings Settings for Dark

ભારત - ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (એફટીએ) પર હસ્તાક્ષર,ભારતીય નિકાસ કરમુક્ત

Live TV

X
  • ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સોમવારે મુક્ત વ્યાપાર કરાર (એફટીએ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકલેની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

    પીયૂષ ગોયલે એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારત અને ન્યૂઝીલેન્ડે આજે એક મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. આ કરાર પર ન્યૂઝીલેન્ડના પ્રવાસે આવેલા વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકલેની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નવી દિલ્હીમાં થયેલા આ ઐતિહાસિક કરારનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપારને પાંચ વર્ષમાં બમણો કરીને 5 અબજ ડોલર સુધી પહોંચાડવાનો છે. આ કરાર હેઠળ ભારતીય ઉત્પાદનોને ન્યૂઝીલેન્ડમાં શુલ્ક-મુક્ત પ્રવેશ મળશે, જ્યારે ભારતીય વ્યાવસાયિકો માટે પણ નવી તકો ખુલશે. આ કરારથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો વધુ મજબૂત બનવાની અપેક્ષા છે.

    આ એફટીએ ભારતની 100 ટકા નિકાસને ન્યૂઝીલેન્ડમાં શુલ્ક-મુક્ત પ્રવેશ પ્રદાન કરે છે. આમાં તમામ ટેરિફ લાઈન એટલે કે ઉત્પાદન શ્રેણીઓનો સમાવેશ થાય છે. આનાથી ટેક્સટાઈલ, તૈયાર કપડાં, ચામડું, ફૂટવેર, રત્નો અને આભૂષણો, એન્જિનિયરિંગ સામાન અને પ્રોસેસ્ડ ફૂડ જેવા શ્રમ-સઘન ક્ષેત્રોની સ્પર્ધાત્મક ક્ષમતા વધશે. તેનાથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) અને રોજગારને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.

    આ પહેલાં ન્યૂઝીલેન્ડ સિરામિક, ગાલીચા, મોટર વાહનો અને તેના સ્પેરપાર્ટ્સ જેવા ભારતીય ઉત્પાદનો પર 10 ટકા સુધીનું શુલ્ક લગાવતું હતું. હવે કોઈપણ શુલ્ક વિના બજારમાં પ્રવેશ મળવાથી ભારતીય ઉત્પાદનો ત્યાં અન્ય દેશોની વસ્તુઓ સાથે સ્પર્ધા કરી શકશે. કરાર હેઠળ, ભારતને તેના વિનિર્માણ ક્ષેત્ર માટે લાકડાના બ્લોક્સ, કોકિંગ કોલસો અને ધાતુનો ભંગાર જેવો કાચો માલ પણ શુલ્ક-મુક્ત મળશે, જેનાથી ઉત્પાદન ખર્ચ ઘટશે અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધશે.

    ભારતે 70.03 ટકા ટેરિફ શ્રેણીઓ પર (જે મૂલ્યની દ્રષ્ટિએ દ્વિપક્ષીય વેપારમાં 95 ટકા હિસ્સો ધરાવે છે) શુલ્કમાં છૂટછાટ આપવાની ઓફર કરી છે, જ્યારે 29.97 ટકા ટેરિફ શ્રેણીઓને સંવેદનશીલ ક્ષેત્રોના રક્ષણ માટે બાકાત રાખવામાં આવી છે. આ સંવેદનશીલ ઉત્પાદનોમાં મુખ્યત્વે ડેરી ઉત્પાદનો (દૂધ, ક્રીમ, પનીર વગેરે), અન્ય પ્રાણી જન્ય ઉત્પાદનો (ઘેટાંના માંસ સિવાય), કૃષિ ઉત્પાદનો (ડુંગળી, ચણા, વટાણા, મકાઈ, બદામ), ખાંડ, કૃત્રિમ મધ, ચરબી અને તેલ, હથિયારો અને દારૂગોળો, રત્નો અને આભૂષણો, તાંબુ અને એલ્યુમિનિયમ સંબંધિત ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

    આ સિવાય ભારત લાકડું, ઉન, ઘેટાંનું માંસ અને કાચું ચામડું જેવા ઉત્પાદનો સહિત ન્યૂઝીલેન્ડની લગભગ 30 ટકા ટેરિફ શ્રેણીઓ પર શુલ્ક નાબૂદ કરશે. જ્યારે 35.60 ટકા ટેરિફ શ્રેણીઓ પર ત્રણ, પાંચ, સાત અને 10 વર્ષમાં તબક્કાવાર રીતે શુલ્ક નાબૂદ કરવામાં આવશે. આમાં પેટ્રોલિયમ તેલ, માલ્ટ એક્સટ્રેક્ટ, વનસ્પતિ તેલ, પસંદ કરેલી મશીનરી વગેરેનો સમાવેશ થાય છે.

    ન્યૂઝીલેન્ડના જે ઉત્પાદનોને શુલ્કમાં છૂટછાટ મળશે તેમાં વાઈન, દવાઓ, પોલિમર, એલ્યુમિનિયમ, લોખંડ અને સ્ટીલના ઉત્પાદનોનો સમાવેશ થાય છે. જ્યારે મનુકા મધ, સફરજન, કિવિ ફળ અને આલ્બ્યુમિન જેવા કેટલાક ઉત્પાદનો ટેરિફ રેટ ક્વોટા હેઠળ આવશે. કરારમાં ભારતમાં 20 અબજ ડોલરના રોકાણને સરળ બનાવવાની પ્રતિબદ્ધતા પણ સામેલ છે. સાથે જ રોકાણના લક્ષ્યો પૂરા ન થવાની સ્થિતિમાં સંતુલન સ્થાપિત કરવા માટે એક જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024 માં બંને દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓનો કુલ દ્વિપક્ષીય વેપાર 2.4 અબજ ડોલર રહ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply