Skip to main content
Settings Settings for Dark

ભારત બાંગ્લાદેશ સાથે સકારાત્મક, રચનાત્મક અને પરસ્પર લાભદાયી સંબંધો ઇચ્છે છે: વિક્રમ મિસ્ત્રી

Live TV

X
  • વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ ઢાકામાં બાંગ્લાદેશ સાથે વિદેશ કાર્યાલય પર ચર્ચા કર્યા બાદ કહ્યું કે ભારત બાંગ્લાદેશ સાથે સકારાત્મક, રચનાત્મક અને પરસ્પર લાભદાયી સંબંધો ઈચ્છે છે. તેમણે આજે બાંગ્લાદેશના વિદેશ સચિવ મોહમ્મદ જશીમ ઉદ્દીન સાથે વાત કરી હતી. વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચાઓ પણ થઈ હતી.

    ભારતે બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા અને કલ્યાણને લઈને ચિંતા વ્યક્ત કરી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ સચિવે જણાવ્યું હતું કે બંને દેશોને બાંગ્લાદેશમાં તાજેતરના કેટલાક વિકાસ અને મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક મળી હતી અને તેમણે લઘુમતીઓની સુરક્ષા અને કલ્યાણ સંબંધિત ચિંતાઓ પણ વ્યક્ત કરી હતી. બંનેએ સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજદ્વારી સંપત્તિઓ પર હુમલાની કેટલીક ખેદજનક ઘટનાઓની પણ ચર્ચા કરી હતી.

    વિક્રમ મિસ્રીએ બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે નજીકથી કામ કરવાની ભારતની ઈચ્છાને પણ રેખાંકિત કરી હતી. વિદેશ સચિવે કહ્યું કે તેઓ હવે સંબંધોને આગળ લઈ જવા માટે ઉત્સુક છે. વિદેશ સચિવ આજે એક દિવસની મુલાકાતે ઢાકા પહોંચ્યા હતા.

     તેઓ બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈનને પણ મળ્યા હતા. આ વર્ષે 5 ઓગસ્ટે બાંગ્લાદેશમાં રાજકીય સંક્રમણ બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય સંવાદ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply