Skip to main content
Settings Settings for Dark

મિડલ ઈસ્ટ તણાવ: UAE તરફથી 11 મે સુધી એયરસ્પેસ પર પ્રતિબંધ

Live TV

X
  • ફ્લાઈટ્સને નિર્ધારિત અને સુરક્ષિત માર્ગો સુધી સીમિત કરવામાં આવી છે.

    ઈરાને મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા બાદ સંયુક્ત અરબ અમીરાતે (UAE)હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધ લગાવ્યો છે. સુરક્ષા જોખમ અને નાગરિક ઉડ્ડયનને સુરક્ષિત રાખવાના હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.  સંયુક્ત અરબ અમીરાતે કેટલાક રૂટ્સ પર 11 મે સુધી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુક્યો છે અને 'ઈમરજન્સી સિક્યોરિટી પ્રોટોકોલ' સક્રિય કર્યો છે. ફ્લાઈટ્સને નિર્ધારિત અને સુરક્ષિત માર્ગો સુધી સીમિત કરવામાં આવી છે. આ પ્રતિબંધ સંપૂર્ણપણે અસ્થાયી હોવાનું કહેવામાં આવી છે. પરિસ્થિતિની સમીક્ષાના આધાર પર આ પ્રતિબંધ આગળ વધારવામાં આવી શકે છે. 

    સંયુક્ત અરબ અમીરાતે સોમવારે જણાવ્યું હતું કે, તેમનું એયર ડિફેન્સ ઈરાન મિસાઈલ અને ડ્રોનને રોકી રહ્યું છે, જેઈ ઘણી ફ્લાઈટ્સને ઓમાનના મસ્કટ તરફ ડાઈવર્ટ કરવામાં આવી. નોટમમાં જણાવવામાં આવ્યું છે કે, 'એમિરેટ્સ એફઆઈઆર આંશિકરૂપે બંધ છે. UAEમાં આવતી-જતી ફ્લાઈટ્સને ખાસ પ્રવેશ અને નિકાસના માર્ગ પરથી જ જવાની મંજૂરી આપવામાં આવી છે.' 

    ફુજૈરાહ તેલ પોર્ટ પર હુમલા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોર્ટ પર થયેલ હુમલામાં ત્રણ ભારતીયો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે, જે મામલે સમગ્ર વિશ્વ તરફથી આકરી પ્રતિક્રિયા મળી રહી છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વના અનેક રાષ્ટ્રાધ્યક્ષોએ હુમલાને કડક શબ્દોમાં વખોડી છે. ઈરાને સંયુક્ત અરબ અમીરાતમાં થયેલ હુમલાની જવાબદારી લીધી નથી અને જણાવ્યું છે કે, આ હુમલા માટે અમેરિકા જવાબદાર છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply