મેડિસીન ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત, જાણો કોને મળી સિદ્ધિ ?
Live TV
-
કાર્લ ડાઈસેરોથ, પીટર હેગેમેન અને જોર્જ નાગેલને સંયુક્ત રીતે મળ્યું સન્માન.... માનવ મગજના જટિલ જ્ઞાનતંતુઓ, સ્મૃતિઓ, લાગણીઓ અને વર્તનને પ્રકાશના કિરણો દ્વારા નિયંત્રિત કરવાની ક્રાંતિકારી ટેકનોલોજી 'ઓપ્ટો જેનેટિક્સ'ની શોધ માટે પુરસ્કાર કરાયો એનાયત
સ્ટોકહોમની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ ખાતે નોબેલ એસેમ્બલી દ્વારા વર્ષ 2026ના મેડિસિન ક્ષેત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.... આ પ્રતિષ્ઠિત પુરસ્કાર કાર્લ ડાઈસેરોથ, પીટર હેગેમૈન અને જ્યોર્જ નાગેલને સંયુક્ત રીતે ‘ઓપ્ટોજેનેટિક્સ’ ક્ષેત્રમાં કરેલી ક્રાંતિકારી શોધ માટે એનાયત કરવામાં આવ્યો છે.
ઓપ્ટોજેનેટિક્સ એવી તકનીક છે, જેના દ્વારા પ્રકાશની મદદથી મગજના ચેતા કોષોને સક્રિય અથવા નિષ્ક્રિય કરી શકાય છે. આ શોધના માધ્યમથી વૈજ્ઞાનિકો માટે મગજમાં યાદશક્તિ, લાગણીઓ અને જટિલ વર્તન સાથે સંકળાયેલી પ્રક્રિયાઓને વધુ ઊંડાણપૂર્વક સમજવામાં મદદ મળી છે.
ન્યુરોસાયન્સના ક્ષેત્રમાં ઓપ્ટોજેનેટિક્સને મહત્વપૂર્ણ સંશોધન પદ્ધતિ માનવામાં આવે છે અને આ શોધથી મગજની કાર્યપ્રણાલીને સમજવા માટે સંશોધનના નવા માર્ગો ખુલ્યા છે.
