Skip to main content
Settings Settings for Dark

યુ.એસ.ના પ્રમુખ જો બાઈડને વિનાશક ટોર્નેડો પછી મિસિસિપી માટે કટોકટીની ઘોષણા કરી

Live TV

X
  • અમેરિકાના મિસિસિપી અને અલાબામામાં આવેલા ટોર્નેડોના કારણે મોટાપાયે નુકસાન થયું છે. આ વિનાશક ટોર્નેડોમાં ઓછામાં ઓછા 25 લોકોના મૃત્યુ નોંધાયા છે તેમજ ડઝનેક લોકો ઘાયલ થયા છે. 

    ટોર્નેડોના કારણે મિસિસિપીમાં 274 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને લગભગ એક કલાક સુધી વિનાશ મચાવ્યો હતો. જેમાં સૌથી વધુ નુકસાન કેરોલ, હમ્ફ્રેસ, મનરો અને શાર્કી કાઉન્ટીમાં થયું છે. 

    ટોર્નેડોના કારણે થયેલા નુકસાનને ધ્યાને લઈને યુ.એસ.ના પ્રમુખ જો બાઈડને રવિવારે મિસિસિપી માટે કટોકટીની ઘોષણા કરી હતી. તેમણે નુકસાનીનું નિરીક્ષણ કરતાં વિનાશ પામેલા રાજ્યના પુનઃનિર્માણમાં મદદ કરવાનું વચન આપ્યું હતું. ટોર્નેડોથી વિસ્થાપિત થયેલા લોકોને રહેવા માટે રાજ્યમાં છથી વધુ આશ્રયસ્થાનો ખોલવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply